ઓસ્ટીઓ આર્થરાઇટીસ

Last Update : 01 April, 2015

સાંધાના વા ના એક્સોથી વધારે પ્રકાર છે. ઓસ્ટીઓ આર્થરાઇટીસ એમાનો સૌથી સામાન્ય પ્રકાર છે. આ વા સામાન્ય રીતે સ્ત્રીઓમાં ૪૫-૫૦ વષઁની ઉમરે થાય છે.

01  02  Osteoarthritis hands


 

વારંવાર પૂછાતાં પ્રશ્નો

ઓસ્ટીઓ આર્થરાઇટીસ એટલે શું?

  • સાંધાના વા ના એકસો થી વધારે પ્રકાર છે. ઓસ્ટીઓ આર્થરાઇટીસ આમાંનો એક પ્રકાર છે. દુનિયામાં સૌથી વધારે લોકો આ વાથી પીડાય છે.
  • સામાન્ય રીતે આ  વા ના લક્ષણ ૫૦ વષઁની ઉમર પછી દેખાય છે,  સ્ત્રીઓમાં અને વધારે શ્રમ કરતા પુરુષોમાં આ વા વધારે જોવા મળે છે.

ઓસ્ટીઓ આર્થરાઇટીસ થવાનુ કારણ શું છે?

  • આ વા થવા નું એક ચોક્કસ કારણ આપી શકાય તેમ નથી. દરેક માણસના સાધાંનો આકાર, બંધારણ તથા મજબુતી અલગ હોય છે. જે આ બિમારી થવામા અગત્યનો ભાગ ભજવે છે.
  • માણસના કામનો પ્રકાર, જીવન  જીવવાની પધ્ધતિ આ બિમારી આગળ વધારવામા અગત્ય નો ભાગ ભજવે છે.

ઓસ્ટીઓ આર્થરાઇટીસ ક્યા સાંધામાં થઇ શકે છે?

  • ગોઠણના સાંધામાં આ બીમારી સૌથી વધારે થાય છે. આંગળીઓના ટેરવા પાસેના સાંધા, બન્ને હાથના અંગૂઠાના મૂળ પાસેના સાંધા, પગના અંગૂઠાના મૂળ પાસેના સાંધા તથા કમરના મણકામાં આ બિમારી વધારે જોવા મળે છે.

આ બીમારી ના ચિન્હો શું છે?

  • સાંધાનો દુખાવો આ બીમારીનું મુખ્ય ચિન્હ છે. આ બીમારી ધીમી ગતિથી આગળ વધે છે.
  • શરૂના વષોઁમા ખૂબ શ્રમ થયા પછી જ દુઃખાવો થાય છે. ધીમે ધીમે દુઃખાવો સતત રહે છે અને તેની તીવ્રતા વધતી જાય છે.
  • સાંધાનો આકાર બદલાય છે.
  • દદીઁ ની સાંધા વાપરવાની ક્ષમતા ઘટતી જાય છે. આ બિમારીમાં સામાન્ય રીતે સાંધા ઉપર સોજો રહેતો નથી.
  • એક જ પોઝીશન મા લાંબો સમય રહ્યા પછી સાંધા જકડાઇ જાય છે.

ઓસ્ટીઓ આર્થરાઇટીસનું નિદાન કઇ રીતે કરવામાં આવે છે?

  • દદીઁ ના લાક્ષણીક ચિન્હો ઉપરથી આ બિમારીનું નિદાન થાય છે.
  • સાંધાના એકસ-રે બિમારી થી થયેલુ નુકસાન જાણવામાં મદદ કરે છે.
  • લોહીની તપાસ આ બિમારીનું નિદાન કરવામાં મદદરૂપ થતી નથી.
  • દવા શરૂ કરતા પહેલા લોહીના કણૉ તથા કીડની ની તપાસ કરવી જોઇએ.

ઓસ્ટીઓ આર્થરાઇટીસ ની સારવાર કઈ રીતે કરવામાં આવે છે?

સારવારના પ્રકાર:

  • નુકસાન પામેલા સાંધા જળવાઇ રહે તે માટે  જીવન જીવવા ની પધ્ધતી બદલાવવી.
  • કસરતો કરવી.
  • વજન ઘટાડવું
  • દવાઓ – દુખાવો ઓછો કરવા માટે / સાંધા જાળવવા માટે.
  • ઓપરેશન – દુરબીન દ્વારા (Arthroscopy/ આર્થોસ્કોપી)/ સાંધા જાળવવા માટે / સાંધા બદલવા માટે.

નુક્શાન પામેલા સાંધા જળવાઇ રહે તે માટે શું કરવું જોઇએ?

  • ગોઠણના સાંધા તથા કમરના મણકાને જાળવી રાખવા માટે જીવન જીવવાની પધ્ધતિ બદલવી જરૂરી છે.
  • જમીન ઉપર બેસવુ નહીં.
  • પલાંઠી મારવી નહીં.
  • ઉભડક બેસવુ નહીં ( દેશી સંડાસ વાપરવું નહીં.)
  • કારણ વગર ચાલવું નહીં.
  • જમવા માટે ખુરશી ઉપર બેસવું.
  • એક જ જગ્યાએ બેસવા પછી ઉભા થતાં પહેલા દસ-પંદર વાર  સાંધા હલાવવા થી જકડન ઓછી થાય છે.

ઓસ્ટીઓ આર્થરાઇટીસમાં ખોરાકમાં શું કાળજી લેવી જોઇએ?

  • વજન ઘટાડવું તથા ઘટાડેલું વજન જાળવી રાખવું સૌથી મહત્વનું છે.
  • ફ્કત 5 કીલો વજન ઘટવાથી દુખાવામાં 50% ફાયદો થઇ શકે છે.
  • વજન ઘટાડવા ડાયેટીશીયનની સલાહ લઇ શકાય.

ઓસ્ટીઓ આર્થરાઇટીસ માં કસરતો કઇ રીતે કરવી જોઇએ?

  • રૂમેટૉલોજીસ્ટના માર્ગદર્શન હેઠળ સ્નાયુ મજબુત કરવાની, સાંધાની મૂવમેન્ટ વધારવાની કસરતો ફીઝીયોથેરાપીસ્ટ પાસે  શીખી અને આજીવન નિયમિત કરવી જોઇએ.
  • મીણ નો શેક, Ultrasound, IFT વગેરે પધ્ધતિઓ વધી જતા દુઃખાવા ને હળવો કરવામાં મદદરૂપ થાય છે.
  • ગોઠણની તકલીફ ધરાવતા દદીઁઓએ લાકડી રાખવી જોઇએ.
  • જે દદીઁના સાંધા ખૂબ નબળા પડી ગયા છે અને ઓપરેશન કરી શકાય તેમ નથી – તેમને સાંધાને ટેકો આપતા પટ્ટા મદદરૂપ થાય છે. દરેક દદીઁઓએ આ પટ્ટા વાપરવાની  જરૂર નથી.

ઓસ્ટીઓ આર્થરાઇટીસ માં કઇ દવાઓ વપરાય છે?

ઓસ્ટીઓ આર્થરાઇટીસ માં બે પ્રકાર ની દવાઓ વપરાય છે.

1. દુ:ખાવો ઓછો કરવા માટે.

2. સાંધા બગડતા રોકવા માટે [ DMOADS ]

  • દુ:ખાવો ઓછો કરવા માટે પેરાસીટામોલ, ટ્રામાડોલ સૌપ્રથમ વાપરવામાં આવે છે. જ્યારે સાંધામાં સોજો હોય ત્યારે  એન્ટીઇન્ફ્લેમેટરી દવાઓ જેમ કે ડાઇક્લોફેનાક, નેપ્રોક્સેન, ઇટોરીકોક્સીબ ટૂંક સમય માટે વાપરવામાં આવે છે. ફક્ત એક જ સાંધામા સોજો હોય ત્યારે, સાંધામાં  સ્ટીરોઇડ નું ઇંજેકશન ટૂંકા ગાળા માટે રાહત આપી શકે છે. આ ઇંજેક્શન વારંવાર લેવુ હીતાવહ નથી. દુ:ખાવાની વિવિધ દવાઓ ધરાવતા મલમ પણ  દુખાવામાં રાહત આપી શકે છે.
  • સાંધા બગડતા રોકવાની દવાઓ [ DMORDS ]
  • ગ્લુકોસામીન સલ્ફેટ: આ દવા સાંધાનુ “વિટામીન” કહેવામાં આવે છે. ઓસ્ટીઓ આર્થરાઇટીસ ની શરૂઆત ના તબક્કામાં લાંબો સમય લેવાથી આ દવા દુ:ખાવામાં રાહત આપી શકે છે.
  • હાઇલ્યુરોનીક એસીડ ઇન્જેક્શન : હાઇલ્યુરોનીક એસીડ સાંધાની ગાદી નો અગત્યનો ભાગ છે. જે દદીઁ ના સાંધા અતિ ખરાબ છે પરંતુ સાંધા બદલવાનું ઓપરેશન થઇ શકે તેમ નથી તે દદીઁ માં આ ઇન્જેકશન ટુંકા ગાળા માટે રાહત આપી શકે છે.

ઓસ્ટીઓ આર્થરાઇટીસ માં ક્યા પ્રકાર ના ઓપરેશન થઇ શકે છે?

  • Arthroscopy/ આર્થોસ્કોપી
  • HTO [હાઇ ટીબીયલ ઓસ્ટીઓટોમી]
  • આર્થ્રોપ્લાસ્ટી

દદીઁ ની જરૂર પ્રમાણે રૂમેટૉલોજીસ્ટ દ્વારા ઓપરેશનની ભલામણ કરવામાં આવે છે.

ખોરાક

    Sorry, no content found.

દવાઓની આડઅસર

    Sorry, no content found.

સંબંધિત સર્જરી

    Sorry, no content found.

Disclaimer : This patient fact sheet is provided for general education only. Individuals should consult a qualified health care provider for professional medical advice, diagnosis and treatment of a medical or health condition.

Copyrights 2015-16 ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)