સાંધામા યુરીક એસીડ જમા થવાથી થતો આ વા સામાન્ય રીતે પુરુષોમાં જ જોવા મળે છે.
વારંવાર પૂછાતાં પ્રશ્નો
ગાઉટ નો દુઃખાવો મટાડવા માટે કઇ દવાઓ વપરાય છે?
NSAIDS પ્રકાર ની દવાઓ જેવી કે ડાઇક્લોફેનાક, નેપ્રોક્સેન, ઇન્ડોમેથાસિન, ઇટોરીકોક્સીબ – ગાઉટ ના અસહ્ય દુઃખાવા વખતે વાપરવામાં આવે છે.
જે દદીઁઓની કીડની ખરાબ હોય છે તેમને સાંધામાં સ્ટીરોઇડ ઇન્જેક્સન અથવા ૫–૧૦ દિવસ નો સ્ટીરોઇડ ગોળીનો કોસઁ આપી શકાય છે.
ગાઉટ ના દુઃખાવાનો “એટેક” આવતો રોક્વા માટે કોલચીસીન નામની દવા આપવામાં આવે છે.
ગાઉટ કોને થઇ શકે છે?
ગાઉટ સામાન્ય રીતે પુરૂષૉમાં જ ૩૦ વષઁની ઉમર પછી થાય છે. સ્ત્રીઓમાં ગાઉટ ભાગ્યે જ થાય છે. સ્ત્રીઓમાં ગાઉટ મેનોપોઝ પછીજ થાય છે.
ગાઉટ શું કામ થાય છે?
દદીઁ ના શરીરમાં યુરીક એસીડની માત્રા સામાન્ય રીતે 6.5 mg/ dl થી વધે છે ત્યારે આ યુરીક એસીડના કણ સાંધામાં જમા થાય છે. સાંધામાં યુરીક એસીડ જમા થવાથી ગાઉટ નો “એટેક” આવે છે.
શરીરમા યુરીક એસીડની માત્રા શું કામ વધે છે?
દરેક નોર્મલ માણસના શરીરમાં યુરીક એસીડ બને છે. દદીઁ ના શરીરના બંધારણમાં ખામી હોવાના કારણે યુરીક એસીડ વધારે બને છે અથવા કીડનીમાંથી તેની નિકાસ ઘટે છે. મોટા ભાગના દદીઁ મા કીડનીમાંથી યુરીક એસીડની નિકાસ ઓછી થવાના કારણે યુરીક એસીડ વધે છે.
ગાઉટ નુ નિદાન કઇ રીતે થાય છે?
ગાઉટનું સચોટ નિદાન સાંધાના પ્રવાહીમાં યુરીક એસીડ દેખાય ત્યારે જ થાય છે. જ્યારે સાંધામાંથી પ્રવાહી ખેંચવુ શક્ય નથી ત્યારે લાક્ષ્ણીક ચિન્હો પર થી ગાઉટનું નિદાન કરી શકાય છે.
લોહીની તપાસમાં યુરીક એસીડની માત્રા વધારે હોવા છતાં લાક્ષણીક ચિન્હો ન ધરાવતા દદીઁમાં ગાઉટનુ નિદાન કરી શકાતું નથી.
ગાઉટનું નિદાન થયા પછી કઇ તપાસ કરવામાં આવે છે?
ગાઉટનું નિદાન થયા લોહીમાં યુરીક એસીડની માત્રા, 24 કલાકમાં પેશાબમાં જતી યુરીક એસીડની માત્રા તપાસવામાં આવે છે. લોહીના કણો, કીડની, લિવરની તપાસ દવા શરૂ કરતા પહેલા કરવામાં આવે છે. ડાયાબીટીસ / કોલેસ્ટેરોલ/ બીપી ની તપાસ દરેક દદીઁ માં કરવી જરૂરી છે.
ગાઉટ ની સારવાર કઇ રીતે કરવામાં આવે છે?
ગાઉટ ની સારવાર બે તબક્કે થાય છે.
સાંધામાં થતો અસહ્ય દુઃખાવો મટાડવો.
સાંધાનો દુઃખાવો ફરીથી ન થાય તે રીતે બિમારી કાબુમાં રાખવી.
ગાઉટનો દુઃખાવો ફરી ન થાય અને બિમારી કાબૂમાં રહે તે માટે કઇ દવાઓ વાપરવામાં આવે છે?
બિમારીને કાબૂમાં રાખવા માટે યુરીક એસીડ ૬.૫ mg/dl થી નીચે રાખવું જરૂરી છે.
Urate lowering drugs – એલોપ્યુરીનોલ, ફેબ્યુક્સોસ્ટેટ આ પ્રકાર ની દવાઓ છે. આ દવાઓ ગાઉટનો દુખાવો કાબૂમાં આવ્યા પછી ચાલુ કરવામાં આવે છે.સામાન્ય રીતેએલોપ્યુરીનોલ પહેલા વાપરવામાં આવે છે. જે દદીઁઓની કીડની ખરાબ હોય છે તેમાં ફેબ્યુક્સોસ્ટેટ પહેલા વાપરી શકાય છે. બન્ને દવા એકસરખી અસરકારક છે.
શું દરેક દદીઁઓને Urate lowering drugs – એલોપ્યુરીનોલ, ફેબ્યુક્સોસ્ટેટ પ્રકાર ની દવાઓ જરૂરી છે?
ના. ગાઉટના ઘણા દદીઁઓ પરેજી રાખી કોલચીસીન દવાથી વષૉઁ સુધી દુઃખાવા વિના રહી શકે છે.
ગાઉટ ની દવા ક્યા સુધી લેવી જોઇએ?
ગાઉટની દવા આજીવન ચાલુ રાખવી પડે છે.
ગાઉટના દદીઓએ ખોરાકમા શુ પરેજી પાળવી જરૂરી છે?
શાકાહારી દદીઁઓએ ખોરાકમાં કોઇ પરેજી પાળવી જરૂરી નથી. શાકાહારી દદીઁઓએ નિયત માત્રામાં કઠોળ પણ ખાઇ શકે છે. નોન વેજીટેરીયન દદીઁઓ નાની માત્રામાં ફીશ, ચીકન ખાઇ શકે છે.
દરેક દદીઁએ તળેલો, ફેટ ધરાવતો ખોરાક ટાળવો જોઇએ.
દારૂ નુ સેવન ગાઉટ માટે હાનિકારક છે.
ખોરાક
ગાઉટ નામના વા સિવાય સાંધાના કોઇ પણ વા ને ખોરાક સાથે સીધો સંબંધ નથી.
ગાઉટ નામનો વા ધરાવતા દદીઁઓ કઠોળ સહીત બધોજ શાકાહારી ખોરાક લઇ શકે છે.આ દદીઁઓએ નોનવેજ ખોરાક ટાળવો જોઇએ.
ખટાશ ખાવાથી સાંધાના વા ની તીવ્રતામાં કોઇ ફરક પડતો નથી.
વા ના દદીઁઓએ પચવા માં હળવો અને પોષ્ટીક ખોરાક પોતાની તાસીર મુજબ લેવો જોઇએ.
પગ ના સાંધા ઉપર અસર ધરાવતા દદીઁઓ એ પોતાનુ વજન વધે નહી તેની કાળજી લેવી જોઇએ.
દવાઓની આડઅસર
સાંધાના વાની દવાઓની આડઅસર મોટા ભાગના [ ૯૦ % ] દદીઁ ઓને થતી નથી.
દદીઁ ઓની ઉમર, વજન, બિમારીનો પ્રકાર તથા તીવ્રતાનું ધ્યાન રાખી ને જ દવાઓ લખવામાં આવે છે.
ઓછામાં ઓછી દવાથી સારવાર થાય તેની કાળજી રાખવામાં આવે છે.
દદીઁને થતા દરેક ચિન્હો દવાની આડઅસરથી થવા જરૂરી નથી.
દવાની આડઅસરની શંકા જણાય તો દવા તુરંત બંધ કરી આપના ફેમેલી ડોક્ટર પાસે સારવાર લેવી.
ત્યાર બાદ આપના રૂમેટોલોજીસ્ટનો સંપકઁ કરવો.
સંબંધિત સર્જરી
વાની બિમારી થી જે દદીઁઓના સાંધા સંપુણઁ નાશ પામ્યા છે તથા તેમને પોતાનુ રોજીંદુ કામકાજ કરવામાં ખુબ જ તકલીફ પડે છે તેવા દદીઁઓને ઓપરેશન ની જરૂર પડે છે.
એકજ સાંધામા ખુબજ સોજો ધરાવતા દદીઁઓમા આર્થરોસ્કોપી [ દુરબીન દ્વારા થતુ ઓપરેશન ] કરી શકાય. જે સાંધા સંપુણઁપણે ખરાબ થઇ ગયા છે તેને બદલાવવાના ઓપરેશન કરી શકાય.
સામાન્ય રીતે ગોઠણ, થાપા, ખભા તથા કોણીના સાંધા બદલવામાં આવે છે.
મણકા ઉપર વાની અસર ધરાવતા દદીઁઓમા જ્યારે નસ અથવા કરોડરજજુ ઉપર દબાણ આવે ત્યારે મણકાનું ઓપરેશન કરી શકાય.
હાથની આંગળીઓ તથા પગના ટેરવાને સીધા કરવાના ઓપરેશન નિષ્ણાત ડોક્ટરો કરી શકે.